વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો
ગુજરાત રાજ્યની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન(Gujarat Election 2022) પૂર્ણ થતાં હવે રાજકીય પાર્ટીઓએ બાકીની 93 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah)વડોદરા પહોંચ્યા છે અને પ્રતાપનગરથી રોડ શરૂ કર્યો છે. અમિત શાહે લોકનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અમિત શાહનો રોડ શો પ્રતાપનગરથી માંડવી, ફતેપુરા થઈ કોયલી à
ગુજરાત રાજ્યની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન(Gujarat Election 2022) પૂર્ણ થતાં હવે રાજકીય પાર્ટીઓએ બાકીની 93 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah)વડોદરા પહોંચ્યા છે અને પ્રતાપનગરથી રોડ શરૂ કર્યો છે. અમિત શાહે લોકનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અમિત શાહનો રોડ શો પ્રતાપનગરથી માંડવી, ફતેપુરા થઈ કોયલી ફળિયા અને ત્યાંથી જ્યુબિલીબાગ ખાતે પૂર્ણ થવાનો હતો. જોકે, રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ખાતે અધવચ્ચે રોડ શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. તેઓ અમદાવાદમાં સભાને સંબોધી હતી.
સ્થાનીક ઉમેદવારો સાથે નીકળ્યા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે પ્રતાપનગર રોડથી જ્યુબિલીબાગ સુધી રોડ શો હતો. પ્રતાનગર રોડથી રોડ શો શરૂ થયો હતો. જોકે, રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ખાતે અધવચ્ચે રોડ શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. જેથી વડોદરાના ભાજપના ઉમેદવારોએ અમિત શાહ વિના જ રોડ શો પૂરો કરવો પડ્યો હતો.

અમિત શાહ 3 કલાક મોડા આવ્યા હતા
અમિત શાહ વડોદરામાં સાંજે 4 વાગે રોડ શો કરવાના હતા, પરંતુ, તેઓ અંદાજે ત્રણ કલાક જેટલા મોડા આવ્યા હતા. જેથી રોડ શો મોડો શરૂ થયો અને અધવચ્ચે જ અટકાવી અને અમદાવાદ રવાના થયા હતા.અને અમદાવાદના ચાંદખેડા માં જનસભા સંબોધી હતી.

તમારો એક મત તમારા બાળકોનું ભવિષ્ય નક્કી થશે: ગૃહમંત્રીશ્રી
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે સભા સંબોધી. જેમા તેમણે જણાવ્યુ કે, તેમણે કહ્યુ કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો છે. ગુજરાતીઓએ બંન્નેનું રાજ જોયુ છે. કોંગ્રેસનું શાસન કેવુ હતુ કે વિજાપુરવાસીઓ સારી રીતે જાણે છે. કોંગ્રેસ અમારુ કામ બોલે છે તેવો દાવો કરે છે પણ 30 વર્ષથી જે લોકો સત્તામાં જ નથી તે લોકો કામ કેવી રીતે કરી શકે ? જેથી તમારા એક મતથી તમારા બાળકનું ભવિષ્ય નક્કી થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement